GujaratRajkotSaurashtra

ક્રિકેટ કોચિંગના નામે લવ જેહાદ ના ચકચાર કિસ્સામાં વિધર્મી યુવકને હાઇકોર્ટની લપડાક

રાજકોટમાં ક્રિકેટ કોચિંગ કરવા આવતી એક યુવતી સાથે વિધર્મી કોચે કરેલા લવ જેહાદના કિસ્સામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુવતીનો કબજો મેળવવા માટે ક્રિકેટ કોચ દ્વારા ગુંરાગ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી. ત્યારે યુવતીએ કોર્ટ સમક્ષ હાજર થઈને યુવક સાથે રહેવાની ના પાડીને નારી સંરક્ષણ ગૃહમાં જવા કહ્યું હતું. તેથી હાઇકોર્ટે યુવતીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં જ રાખવા માટે જણાવ્યું છે. તેમજ યુવતીના જે કોઈ ડોક્યુમેન્ટ ક્રિકેટ કોચ પાસે છે તે બે દિવસની અંદર યુવતીને પરત આપી દેવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ કોચિંગના નામે એક વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લવ જેહાદ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે આ યુવતીઓ કબ્જો મેળવવા માટે વિધર્મી યુવક મહેબુબ બુખારીએ હાઇમોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી કરી હતી. ત્યારે આ કોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન યુવતીએ મહેબુબ બુખારી સાથે જવાની ના પાડી દીધી હતી. અને નારી સંરક્ષણ ગૃહમાં રહેવાની ઈચ્છા જણાવી હતી. તેથી હાઇકોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાનો હુકમ ફરમાવ્યો છે.

નોંધનીય છે કે, રાજકોટના ચકચાર મચાવતા લવજેહાદના કેસમાં વિધર્મી મહેબુબ બુખારીએ ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનો કબ્જો મેળવવા માટે હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જોકે યુવતીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, મારે મહેબૂબ બુખારી સાથે નથી જવું મારે મારા કેરિયર ઉપર ધ્યાન આપવુ છે. યુવતીએ કોર્ટમાં જણાવ્યું કે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવે જેથી કોર્ટે મહેબૂબ બુખારીની અરજીને ફગાવી દઈને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવા હુકમ કર્યો હતો. તેમજ મહેબૂબ બુખારી પાસે રહેલા યુવતીના તમામ ડોક્યુમેન્ટ યુવતીને બે દિવસની અંદર પરત આપવા જણાવ્યું હતું.