AhmedabadGujarat

ઇત્તર પ્રવૃત્તિના નામે લાખો રૂપિયા લેવાતા વાલીઓ DEO કચેરી પહોંચ્યા

ખાનગી શાળાના સંચાલકો ઘણી વખતે માનવતા નેવે મૂકીને લૂંટ ચલાવતા હોય છે. અમદાવાદ ઇન્ટરેશનલ સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસે ઇત્તર પ્રવૃત્તિ માટે થઈને 1.70 લાખ રૂપિયા માંગ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે વાલીઓએ DEO કચેરી ખાતે શાળા વિરુદ્ધ ફરિયાદ કરી છે. ત્યારપછી DEO કચેરી દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંશાલકોને હાજર રહી આ સમગ્ર મામલે ખુલાસો કરવાનો આદેશ અપાયો હતો. સુનાવણી થયા પછી DEO એ આ સમગ્ર મામલે FRCને પત્ર લખ્યો હતો.

DEOના જણાવ્યા અનુસાર, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇત્તર પ્રવૃત્તિના નામે 1.70 લાખ રૂપિયા ફી એ ખૂબ જ વધારે છે, આ મામલે FRC જ નિર્ણય લેશે. શાળા સંચાલકોએ 600 જેટલા વાલીઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ઇત્તર પ્રવૃરી માટે કોઈ પણ વાલીને ફરજિયાત ફરજ પાડવામાં આવી નથી. જે બાળકો ઇત્તર પ્રવૃત્તિમાં નથી ભાગ લઈ રહ્યા અમે તેમને અભ્યાસ કરવી જ રહ્યા છીએ. સ્કૂલમાં જે ભોજન આપવામાં આવે ક્ષહે તે પણ કોઈના માટે ફરજિયાત નથી તેવું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: 16 કરોડના ઈન્જેક્શન માટે 1.5 વર્ષ સુધી માસૂમે રાહ જોઈ, આખરે જિંદગીની લડાઈ હારી ગયો

આ પણ વાંચો: સેલ્ફી લેવી ભારે પડી, અમદાવાદના બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત

નોંધનીય છે કે, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા 1.20 લાખ રૂપિયા ફી સિવાય ઇત્તર પ્રવૃત્તિના નામે 1.70 લાખ લેવામાં આવી રહ્યાનો વાલીઓએ સખત વિરોધ કર્યો હતો. જો કે, હાલ તો DEOએ આ કિસ્સામાં કોઈપણ આદેશ ના કરીને બધો જ નિર્ણય FRCની મંજૂરી પર છોડી દીધો છે.

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોને લઈને આવ્યા માઠા સમાચાર, સર્જાય શકે છે મોટી હોનારત