GujaratMadhya Gujarat

ફ્રેન્ડશિપના નામ પર યુવકે યુવતી સાથે કર્યું એવું કે…

ફ્રેન્ડશિપના નામે યુવતીઓને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરવાની અનેક ઘટનાઓ રાજ્યમાં બની રહી છે. અને ઘટનાઓના પગલે યુવતીઓને ઘણી હાલાકી પણ ભોગવવી પડતી હોય છે તેમજ ખૂબ મુશ્કેલીમાં પણ મુકાઈ જતી હોય છે. ત્યારે ત્યારે એવો જ એક કિસ્સો વડોદરાના પાદરા ખાતે સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પહેલા તો યુવતી સાથે મિત્રતા કરી અને બાદમાં તેને ફોસલાવી ટેન્ક સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેણીને પ્રેગ્નેન્ટ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે યુવતીએ આ સમગ્ર મામલે હાલ તો અભયમ ટીમની મદદ લીધી છે.

મળતી માહિતી અનુસાર, એક યુવતીએ પાદરા ખાતેની અભયમની ટીમને ફોન કરીને અભયમ ટીમની મદદ માગી હતી. ત્યારબાદ અભયમ ટીમે યુવતીનો સંપર્ક કરતા યુવતીએ અભયમ ટીમને પોતાની આપવીતી જણાવી હતી.

મહિલા પોલિસ સાથે યુવતીને મળવા પહોંચેલી અભયમની ટીમને પૂછપરછ દરમિયાન પીડીતાએ જણાવ્યું હતું કે, એક યુવક સાથે પહેલા મિત્રતા અને બાદમાં આગળ જતા પ્રેમ સંબંધ થઇ જતાં તે યુવકે શારીરિક સુખ માટેની માંગણી કરી હતી. અને યુવકે તેની ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો. આ વાતની જાણ યુવતીએ યુવકને કરી અને લગ્ન માટે જણાવ્યું હતું. ત્યારે લગ્નની વાત આવતા જ યુવકે તુરંત જ ઇનકાર કર્યો હતો.

યુવકે યુવતીને જણાવ્યું હતું કે આપણી વચ્ચે એવું ક્યાં કશું છે જ. આપણે તો માત્ર ફ્રેન્ડ છીએ. તો પછી લગ્નનો પ્રશ્ન ક્યાં આવે જ છે. ત્યારપછી યુવકે યુવતી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચઓફ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે, અભયમ ટિમ દ્વારા હાલ તો આ મામલે સમગ્ર માહિતી મેળવીને પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.