GujaratAhmedabad

યુવતી સાથે વીડિયો કોલમાં CA યુવકે એવું કર્યું કે….

સોશિયલ મીડિયાએ ઘણું જ ઉપયોગી છે. પરંતુ ઘણી વખત આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો છેતરપિંડીના શિકાર પણ થતા હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં બન્યું છે. શહેરમાં વસવાટ કરતા એક CA યુવકને એક વીડિયો કોલ આવ્યો જેમાં સામે નગ્ન મહિલા હતી અને બાદમા છોકરાનો ફોટો દેખાય એ રીતે તેનું સ્ક્રીન રેકોર્ડ કરીને આ છોકરાને બ્લેકમેલ કરવામાં આવ્યો. અને બાદમાં આ યુવક પાસેથી પૈસા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવક 6 માર્ચના રોજ ઘરે હતો તએ દરમિયાન તેના વોટ્સઅપ પર એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે તમારે શું કરવું છે? આ નંબરના વોહટ્સએપ પ્રોફાઇલમાં કોઈ છોકરીનો ફોટો હોવાથી યુવકએ વીડિયો કોલ કરવા માટે જાણ કરી હતી. જેથી સામેથી વીડિયો કોલ આવ્યો અને યુવકે જેવો વીડિયો કોલ ઉપાડયો તેવું જ સામે એક નગ્ન અવસ્થામાં યુવતી નગ્ન દેખાઈ હતી. જેણે યુવક સાથે મીઠી મીઠી પ્રેમ ભરી વાતો કરીને યુવકના કપડા ઉતરાવ્યા હતા. અને આ સમગ્ર ઘટનાનું સામેની વ્યક્તિએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં આ આખો વીડિયો યુવકને વોહટ્સએપ પર મોકલીને તેને બ્લેકમેલ કર્યો અને તેની પાસે પૈસાની માંગણી કરી હતી.

સામે વાડી વ્યક્તિએ યુવકને વીડિયો રાખવો છે કે ડિલીટ કરવો છે? તેવું પૂછતાં યુવકે ડિલીટ કરવાનું કહ્યું અને સામેવાળી વ્યક્તિએ યુવક પાસેથી 5 હજાર રૂપિયા માંગ્યા હતાં. યુવકે તરત જ 5 હજાર રૂપિયા સામે વાડી વ્યક્તિને ટ્રાન્સફર કર્યા અને બાદમાં તે વ્યકરી યુવકને અલગ અલગ રીતે ડરાવી ધમકાવી અને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી હતી. આમ કરીને આ આરોપીએ યુવક પાસેથી 1 લાખ 25 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. ત્યારે આખરે આ બ્લેકમેલિંગથી કંટાળેલા યુવકે આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે, યુવક પર 18મી માર્ચના દિવસે એક કોલ આવ્યો અને કોલ કરનાર પોતે દિલ્હી ક્રાઇમબ્રાન્ચના S.P. ગૌરવ મલ્હોત્રા બોલી રહ્યા છે તેમ જણાવીને યુવકને કોલમાં ધમકી આપી હતી. અને કહ્યું કે યુ ટયુબ પર તમારો એક ન્યૂડ વીડિયો વાયરલ થયો છે. યુ-ટ્યુબ તરફથી અમને આ મામલે ફરિયાદ મળેલ છે. જેથી તમને એરેસ્ટ કરવા માટે અમે આવી રહ્યા છીએ. જો તમે છૂટવા માંગતા હોય તો પૈસા આપો. ત્યારર યુવકે આ વ્યક્તિને પૈસા ના આપ્યા અને આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.