GujaratMadhya Gujarat

ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ચોમાસું જેવા દ્રશ્યો સર્જાયા…

ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. કેમ કે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું છે. તેની સાથે શિયાળા-ઉનાળાની આગાહીઓની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાં ફરી ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે. વહેલી સવારના ગાજવીજ અને ધડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તેના લીધે અંકે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

તેની સાથે આગામી દિવસોમાં ફરી એક વખત રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળવાનો છે. આગાહીઓ અનુસાર, 21 થી 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને હવામાન વિભાગ મુજબ તાપમાન નીચું જવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફુંકાવાની શક્યતા છે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

જાણકારી મુજબ, બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારના સમયે કાળા વાદળો છવાઈ ગયા હતા અને ત્યાર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના લીધે બનાસકાંઠા જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમાં પણ ખાસ કરીને એરંડા, જીરું, બટાકાના પાકને મોટા પાયે નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લા ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

તમને જણાવી દઈએ કે, જિલ્લાના ધાનેરા અને થરાદ તાલુકામાં આજ સવારના કમોસમી વરસાદ વરસ્યો હતો. થરાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે આજ સવારના વરસાદ વરસ્યો હતો. ધાનેરાના બાપલા, વાંછોલ, કુંડી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પાક લેવાની તૈયારી સમયના વરસાદથી નુકસાન થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.