AhmedabadGujarat

અમદાવાદની આ શાળામાં માસૂમ બાળકને શિક્ષિકાએ ઢોર માર માર્યો, શિક્ષિકા સસ્પેન્ડ

અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલને લઈને મામલો સામે આવ્યો છે. જેમાં સિનિયર કેજી માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. આ મામલામાં વાલી દ્વારા સ્કૂલમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમનું કંઈપણ સાંભળવામાં આવ્યું નહોતું. તેના લીધે આજે ફરીથી વાલી દ્વારા સ્કૂલમાં જઈને રજૂઆત કરાઈ હતી. વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બાળકને લાકડીથી માર મરાયો હતો. તેના લીધે તેનો પગ સોજી ગયો તો અને તેની આખી રાત તાવ પણ આવી ગયો હતો. બાળકને આ રીતે માર મારવામાં આવતા  આજે વાલી દ્વારા સ્કૂલમાં ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ને રજૂઆત કરાઈ હતી. તેના લીધે  સ્કૂલ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષીકાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે. 

તેની સાથે આ મામલામાં શક્તિ વિદ્યાલય ના ટ્રસ્ટી માણેકલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલમાં માર મારવાની ઘટના ઘટી હતી. સ્કૂલ ના સીસીટીવી ફૂટેજ જોતા તેમાં આ ઘટના ઘટી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે સ્કૂલના શિક્ષીકા ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરાઈ છે. આજથી જ તેમને સ્કૂલમાં હવે પ્રવેશ અપાશે નહીં. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે તેના માટે તમામ શિક્ષકો સાથે વ્યક્તિગત મિટિંગ કરવામાં આવ્યા બાદ હવે સૂચના આપી દેવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી રીતનું કોઈ પણ વિદ્યાર્થી સાથે વર્તન કરવામાં આવે નહીં. 

તેની સાથે સ્કૂલના શિક્ષક દ્વારા અવારનવાર છેલ્લા એક મહિનાથી માર મરાયો હતો. તેમ છતાં ફરિયાદ નહોતી કરવામાં આવી નહોતી. એવામાં આજે ઢોરમાર મારવામાં આવતા બાળકને પગમાં સોજો આવી ગયો અને બાળક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલામાં ગઈકાલના સ્કૂલમાં મારી પત્ની દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ તેનું કંઈ સાંભળવામાં આવ્યું નહોતું. તેના લીધે આજે તેમના દ્વારા ફરીથી સ્કૂલમાં જઈ માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઘટના ઘટવાની સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલમાં આવી પહોંચ્યા હતા. શિક્ષક દ્વારા આ પ્રકારના બાળકને માર મારવામાં આવતી વાલીઓમાં ભારે રોષ રહેલો છે. 

જાણકારી અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં રહેનાર ભાઈલાલભાઈ મકવાણાના સાડા પાંચ વર્ષનો પુત્ર ચાંદલોડિયા બ્રિજ પાસે આવેલી શક્તિ શાળામાં સિનિયર કેજી માં અભ્યાસ માટે આવે છે. ગઈકાલના તેમનું બાળક સ્કૂલે અભ્યાસ માટે આવ્યું હતું. તે દરમિયાન બાળકને વાંચતા-લખતા આવડતું નથી તેમ કહી શિક્ષીકા દ્વારા લાકડી વડે બાળકને માર મારવામાં આવ્યો હતો. માર મારવાના લીધે બાળકનો પગ સુજી ગયો હતો. વાલી દ્વારા આ મામલામાં શિક્ષક સાઈ સખ્ત કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ મામલામાં સ્કૂલમાં રજૂઆત કરવામાં આવતા હવે આવું બનશે નહીં તેની બાંહેધરી અપાઈ છે.