AhmedabadGujaratMadhya Gujarat

ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર GTPL કંપનીના ધાંધિયા: પૈસા લઈને યોગ્ય સર્વિસ ન અપાતી હોવાની ગ્રાહકોની ફરિયાદ

અમદાવાદ: હાલ ગુજરાત સહીત દેશમાં છેલ્લા 2 મહિનાથી કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે મોટાભાગના લોકો “વર્ક ફ્રોમ હોમ” પદ્ધતિ અપનાવી રહયા છે એટલે કે ઘરે રહીને જ પોતાનું કામ કરી રહયા છે. દેશભરની આઇટી કંપનીઓના કર્મચારીઓ ઘરે રહીને કામ કરતા હોય છે પણ ઘરે રહીને કામ કરવા માટે સૌથી વધારે જેની જરૂર હોય તો એ છે “ઇન્ટરનેટ”. એક બાજુ સરકાર વર્ક ફ્રોમ હોમ અને આત્મનિર્ભર બનવાની વાત કરે છે અને બીજી બાજુ ગુજરાત જેવા રાજ્યમાં મોટી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની પોતાના ગ્રાહકો સાથે ખેલ કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપની GTPL ને લઈને ગ્રાહકો ની ફરિયાદ વધી રહી છે.કસ્ટમર કેર થકી કોઈ ઉકેલ ન મળતા ગ્રાહકો અંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગ્રાહકો પોતાનો રોષ ઠાલવતા હોય છે. સોશીયલ મડિયા પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ ફરિયાદો ધ્યાનમાં લેવાય છે પરંતુ GTPL સામે કોઈ કડકક પગલાં ભરવામાં આવતા નથી.આજે આપણે અનેક ફરિયાદો જોઈશું અને એ જોયા બાદ તમે કદાચ જીવનમાં ક્યારેય GTPL કંપનીનું ઇન્ટરનેટ લેવાનું વિચારશો પણ નહીં.

સૌથી પહેલા આપણા “ગુજરાત ખબર” ના પબ્લીશર સાગર સાવલિયાની જ વાત કરીએ તો, તેમણે 15 મે, શુક્રવાર ના રોજ સવારે ઇન્ટરનેટ બંધ હોવાની ફરિયાદ GTPL ની “એપ” દ્વારા તેમજ કસ્ટરમેર કેર નંબર દ્વારા નોંધાવી હતી. તેમણે પોતાના ફેસબુક પેજ પર GTPL ની સર્વિસ બાબતે રોષ ઠાલવ્યો હતો. તેમની પોસ્ટ GTPL ના ધ્યનમાં આવતા કંપની દ્વારા તેમનો સંપર્ક કરાયો અને 12 કલાક બાદ ઇન્ટરનેટ શરુ થયું.

વાત આટલામાં પુરી નથી થતી, 21 મે એટલે કે 5 જ દિવસ બાદ ફરીવાર ઇન્ટરનેટ બંધ થયું. તેમણે ફરી ફરિયાદ કરી અને 27 કલાક બાદ ઇન્ટરનેટ શરુ થયુ. તેના બીજા જ દિવસે એટલે કે 22 મે ના રોજ ફરી ઇન્ટરનેટ બંધ થયું અને ફરી ફરિયાદ કર્યાના 18 કલાક થયા હોવા છતાં ઇન્ટરનેટ હજુ પણ બંધ છે.

GTPL ટીમના લોકો ને કોલ કરતા તેઓ 24 કલાકમાં થઇ જશે એવો જ જવાબ આપે પરંતુ દરરોજ ના 12 થી 18 કલાક ઇન્ટરનેટ બંધ હોવાથી કેટલી તકલીફ થાય એ ઘરેથી કામ કરતો માણસ જ જાણી શકે. ઘણા લોકોએ 1-2 વર્ષના પ્લાન લીધા હોવાથી વચ્ચેથી છોડી પણ નથી શકતા અને ના છૂટકે હેરાન થવું પડે છે. આવી હજારો ફરિયાદ ટ્વીટર જેવા પ્લેટફોર્મ પર લોકો કરતા હોય છે. આજે આપણે એ ફરિયાદો જોઈશું.