થરાદમાં ગીતા રબારીના ચાલુ ડાયરમાં થયું એવું કે…
ડાયરાઓમાં ડાયરા કલાકારો પર નોટોનો વરસાદ થતો રહેતો હોય છે. ત્યારે લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં ફરી એકવાર નોટોનો વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ તેમજ નવચંડી યજ્ઞ નિમિતે એક ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા એવા ગીતા રબારીએ પોતાના કોકિલ કંઠથી ડાયરમાં લોકોને ડાયરામાં લોકોને મોજ કરાવી હતી. ત્યારે આ ડાયરામાં ગીતા રબારી પર લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગીતાબેન પર થયેલા રૂપિયાના વરસાદને પગલે જોત જોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગીતા રબારીએ તેમના કોકિલ કંઠથી ડાયરામાં હાજર તમામને મંત્રમુગ્ધ કર્યા હતા. થરાદમાં માતાજીના ભક્તો તેમજ ઉપસ્થિત દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. થરાદમાં નાંણદેવી માતાની વાવના પન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજીત આ ભવ્ય લોક ડાયરમાં આસપાસના તમામ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ કોઈ ગીતા રબારીના સુરીલા ભજન તેમજ ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા.
નોંધનીય છે કે, અવારનવાર કોઇપણ પ્રસંગે ડાયરા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. જેમાં ઘણા કલાકારો ઉપસ્થિર રહેતા હોય છે. આને કલાકારો પર આ દરમીયાન લોકો રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે. ત્યારે થરાડમાં આયોજિત લોકડાયરમાં ગીતા રબારીના ભજન પર મંત્રમુગ્ધ થઈ ગયેલા લોકોએ રૂપિયાનો વરસાદ કરી નાંખ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.