AhmedabadGujarat

અમેરિકામાં સ્થાયી થવું આસાન, ગ્રીનકાર્ડને લઈને અમેરિકાની સરકારે કર્યો મોટો નિર્ણય

ગુજરાતીઓ અમેરિકા સ્થાયી થવા માટેના તેમના સપનાને પુરા કરવા અનેક પ્રયાસો કરતા રહેતા હોય છે. ત્યારે અમેરિકા જઈને સ્થાયી થવા માંગતા ગુજરાતીઓ માટે એક મોટી ખુશખબર આવી છે. ગ્રીનકાર્ડ માટેનો ક્વોટા વધારવા અમેરિકાની સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું છે.

ઉલ્લેખનિય છે કે, અમેરિકા જઈને ત્યાં જ સ્થાયી થવા માટે ગ્રીનકાર્ડ ખૂબ જ જરૂરી હોય છે.  ત્યારે ગ્રીન કાર્ડનો ક્વોટા વધારવા માટે અમેરિકાની બાયડન સરકારે આપેલા ગ્રીન સિગ્નલથી હવે ગ્રીન કાર્ડ મેળવવાનું ઘણું આસાન થઈ ગયું છે. વર્ષ 1992 બાદ જે ગ્રીન કાર્ડ ઉપયોગમાં ન લઈ શકાયા હોય તે ગ્રીનકાર્ડ ઈશ્યુ કરવા માટે અમેરિકાની બાયડન સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. અમેરિકન સરકારના આ નિર્ણયથી અમેરિકા જઈને સ્થાયી થવા માંગતા લોકો ક્યારેક ગેરકાયદેસર અને જોખમી રસ્તો અપનાવતા હોય છે તે લોકોનું પ્રમાણ પણ ઘટી શકે છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1992 થી 2022 સુધી કેટલાય ગ્રીનકાર્ડ ઉપયોગમાં લોઢા વિનાના પડ્યા છે.  જાણકારી અનુસાર આશરે 2,30,000 જેટલા ગ્રીનકાર્ડ એવા છે જેમનો ઉપયોગ થઈ શક્યો નથી. તેથી આ તમામ ગ્રીનકાર્ડને ઉપયોગમાં લેવામાં આવે તેવી હિલચાલ બાઈડન સરકારે શરૂ કરી છે. ત્યારે બાયડન સરકારના આ નિર્ણયથી અનેક ભારતીયોને અમેરિકામાં સ્થાયી થવાની તક મળશે.