AhmedabadGujarat

અમદાવાદમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો

અમદાવાદ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો છે. તેના લીધે અમદાવાદવાસીઓને ગરમીથી થોડી રાહત મળી ગઈ હતી. પરંતુ હવે અમદાવાદવાસીઓને ગરમી સહન કરવાનો વારો આવશે. કેમકે હવામાન વિભાગ દ્વારા તેવી જ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચી શકે છે.

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદની પધરામણી થઈ હતી. આ દરમિયાન ચોમાસા જેવો માહોલ અમદાવાદમાં ઉભો થઈ ગયો હતો. ભારે પવનની સાથે અમદાવાદમાં કરા પણ પડ્યા હતા. તેના લીધે અમદાવાદમાં રમાયેલ આઈપીએલ મેચ પણ પ્રભાવિત રહી હતી. જ્યારે હવે વરસાદ પછી ફરીથી અમદાવાદમાં ઉકળાટ અને બફારો વધવાનો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી અનુસાર, રાજ્યના કેટલાં વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. જયારે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યેલો અલર્ટમાં ગરમીનો પારો સતત વધતો જોવા મળશે. તેના લીધે અમદાવાદીઓએ કામ વગર ઘરની બહાર ન નીકળવાની તંત્રે સલાહ આપી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રોહિણી નક્ષત્રના લીધે હજુ પણ જૂનના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વરસશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં વરસાદી માહોલ બનશે. જ્યારે 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ વધશે. જ્યારે હવાનું આ હળવું દબાણ ચક્રાવાતમાં પણ ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું તો દરિયા કિનારા પર ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે 4 થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા રહેલી છે.