CongressGujaratPolitics

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસથી કંટાળીને જયરાજસિંહ પરમારે રાજીનામું આપ્યું

આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે પહેલા જ કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના લડાયક નેતા તેમજ પક્ષના પ્રદેશ પ્રવક્તા એવા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે જયરાજસિંહે પોતાના ફેસબુક પેજ પર એક મોટી પોસ્ટ પણ મૂકી હતી. જેમાં જયરાજસિંહે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માટે કાર્ય કરતાં-કરતાં હું હ્રદયરોગના હુમલાનો પણ ભોગ બન્યો તેમ છતાંય હું સહેજ પણ વિચલિત થયો નહોતો.

પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીની સિસ્ટમ સામે હું હારી ગયો છું. જયરાજસિંહે કોંગ્રેસ સાથે સત્તાવાર રીતે છેડો ફાડ્યા બાદ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ મને જે નારાજગી છે તેની વાત પણ દિલ્હી સુધી પહોંચાડવા દીધી નહિ. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ પર પણ આરોપ મૂકતા કહ્યું કે, જનતા સાથે સીધો સંપર્ક કરી શકે તેવા કોઈ નેતા તેમની પાસે નથી.

જયરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે તેમણે રાજનીતિ નહિ પણ કોંગ્રેસ પાર્ટીને છોડી છે. જયરાજસિંહના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભાજપનો ભગવો ધારણ કરવાની વાત કરી રહ્યા હતા. અને આ માટે તેમણે કહ્યું કે ગુજરાતમાં માત્ર બે જ રાજકીય પક્ષો છે. જોકે, જ્યારે ભાજપમાં જોડાવા અંગે જયરાજસિંહને પૂછવામાં આવ્યું કે તો તેમણે કહ્યું કે આગામી બે દિવસોમાં હું આ બાબતે જાહેરાત કરીશ.

તેમણે કહ્યું કે, મને સત્તાનક કે કોઈ પદનો મોહ નથી. ભાજપના સિનિયર નેતાઓ સાથેની મુલાકાત અંગે તેમણે એવો જણાવ્યું હતું કે, ભાજપના લગભગ બધા જ સિનિયર નેતાઓ અને આગેવાનો સાથે તેમના તે સારા સંબંધો છે. માટે ભાજપના નેતાઓ સાથેની મુલાકાત એ કઈ નવી વાત નથી.

જયરાજસિંહે ફેસબુક પોસ્ટમાં જણાવ્યા અનુસાર, તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. અને આજ દિવસ સુધી તેઓ વૈચારિક સ્તરે પવનની વિરુદ્ધ દિશામાં પતંગ ચગાવવા જેવી ખૂબ જ કપરી કામગીરી પૂરેપુરી ક્ષમતાથી કરતા રહ્યા હતા. જીવનના 37 વર્ષ કોંગ્રેસ પાર્ટી માટે ખપાવી દીધાની વાત કરતા તેમણે લખ્યું હતું કે તેમણે તેમના પરિવાર અને તેમના વ્યવસાયના ભોગે પણ પહેલા કોંગ્રેસને મહત્વ આપ્યું હતું. પરંતુ તે હવે આ વૈચારિક લડાઈથી નહીં પરંતુ ઈવા નેતાઓથી થાક્યા છે જે લડાઈ લડવા માગતા નથી. તેમણે પક્ષના નેતૃત્વ અંગે વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીની લીડરશીપને પણ સંગીત ખુરશીની રમત બનાઈ દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે,આ વર્ષે 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા માથાઓ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં ભળી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીમાંથી વિજય સુંવાળા અને મહેશ સવાણી જેવા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડયો હતો. જેમાંથી વિજય સુંવાળા ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ગઈ કાલે ઉત્તર ગુજરાતના કેટલાક નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડીને કેસરિયો ધારણ કર્યો હતો. અને હવે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. અને આગામી 2 દિવસમાં તેઓ ભાજપમાં જોડાવા અંગે જાહેરાત કરી શકે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે