North GujaratGujaratMehsana

અમેરિકાનાં ફ્લોરિડામાં પ્લેન ક્રેસ થતા મહેસાણાના જેમિન પટેલનું કરુણ મોત

અમેરિકામાં વિમાની દુર્ઘટના ની એક મોટી ઘટના સામે આવી છે જેમાં એક ગુજરાતી પાયલોટનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ફ્લોરિડાના ક્લિનવોટર મોબાઈલ પાર્કમાં પ્લેન ક્રેશ થવાના કારણે ગુજરાતી પાયલોટ જેમિન પટેલ સહિત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ફ્લોરિડાના મેલબોર્ન બીચમાં રહેનાર જેમિન પટેલ સિંગલ એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા V-35 એરક્રાફ્ટ ઉડાવી રહ્યા હતા અને તે સમયે ક્લીયરવોટર શહેરમાં અજ્ઞાત કારણોના લીધે એક મકાન પર ક્રેશ થઈ ગયું હતું. ત્યાર બાદ મકાનમાં આગ લાગી ગઈ હતી. ક્લિનવોટર પોલીસ દ્વારા આજે મૃતકો ની ઓળખ જાહેર કરવામાં આવી છે.

જાણકારી મુજબ, પ્લેન ક્રેશ થયું તે પહેલા જેમિન પટેલ દ્વારા એન્જિન ફેલ થયાનો મેસેજ કંટ્રોલ ટાવરને મોકલવામાં આવ્યો હતો. મેસેજના થોડા સમય પછી પ્લેન ક્લીયરવોટર શહેરના રેસિડેન્શિયલ એરિયામાં ક્રેશ થઈ ગયું હતું. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્લેન ક્રેશ થવાનું હજુ સુધી કારણ સામે આવ્યું નથી. એન્જિનની ખરાબીના લીધે પ્લેન ક્રેશ થયું હોવાની શંકા રહેલી છે. રનવેથી 3 માઈલના અંતરે તૂટી પડ્યા બાદ પ્લેન આગ ફાટી નીકળી હતી. તેના લીધે ત્રણ લોકો જીવતા સળગી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, જેમિન પટેલ ની વાત કરીએ તો તે મૂળ ગુજરાતના મહેસાણા ના હોવાનું સામે આવ્યું છે. તેઓ ફ્લોરિડાના મેલબોર્ન બીચ ટાઉનમાં તેમના પત્ની ટેમી પટેલ સાથે રહી રહ્યા. જ્યારે ઈન્ડિયાનામાં તેમની એક ટેક કંપની રહેલી હતી. 54 વર્ષના જેમિન પટેલ સોફ્ટવેર ડેવલપર પણ રહેલા હતા. જેમિન પટેલ દ્વારા હજુ 2022 માં જ કોમર્શિયલ પાયલટ નું લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ઘટના બાદ પત્ની ટેમી પટેલ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એવામાં તેમને કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.