);});
GujaratSurat

મોહ-માયા ના પ્રવર્ચનો આપનાર જીગ્નેશ દાદાને યુટ્યુબ ચેનલનો મોહ લાગ્યો, એમના વિડીયો મુકનાર ચાહકોને ખુલ્લી ચેતવણી આપી

ગુજરાત: આજના ડિજિટલ યુગમાં સૌ કોઈને યુટ્યુબ,ફેસબુક,ટીકટોક જેવા માધ્યમો નો મોહ હોય છે. ગુજરાતના અને ખાસ કરીને સુરતમાં કથાઓ કરીને જાણીતા બનેલા જીગ્નેશ દાદા ને પણ જાને યુટ્યુબ ચેનલનો મોહ લાગ્યો છે. હાલમાં કોરોના ની મહામારી વચ્ચે કથાકારો, ડાયરા કલાકારો પોતાના કાર્યક્રમો કરી શકતા નથી એટલે હવે તેઓ અકળાયા છે. એમાંય પોતાની કથાઓમાં મોહ-માયા ની વાતો કરનાર જીગ્નેશ દાદા “રાધે રાધે” એ તો આજે વિડીયો દ્વારા પોતાના ચાહકોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે.

કથાકાર જીગ્નેશભાઈ એ પોતાની યુટ્યુબ ચેનલ પર 10 મે ના રોજ એક વિડીયો અપલોડ કર્યો છે તેમાં તેઓ કહે છે કે, આજે એક અગત્યની જાહેરાત કરવી છે. આ જે સારી સારી મારી વાતો, કથાઓ જે ફેસબુક પર આવે છે. તેમણે પોતની ચેનલ ના નામ જણાવ્યા અને કહ્યું કે આ અમારી ઓફિશિયલ ચેનલ ના નામ છે. તેમણે અન્ય યુટ્યુબ ચેનલોના માલિકોને કહ્યું કે, જો તમે કથાના વિડીયો અપલોડ કર્યા હોય તો ડીલીટ કરી દેજો.

તેમણે કહ્યું કે, 24 કલાક આપું છું. જો 24 કલાકમાં વિડીયો ડીલીટ નહીં કરો તો તમારી ચેનલ પર સ્ટ્રાઇક લાગી જશે. સ્ટ્રાઇક લાગ્યા પછી મને કોઈએ ફોન, મેસેજ ન કરવો કેમ કે પછી મારા હાથમાં નહીં હોય. બાદમાં જીગ્નેશભાઈ કહે છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ મારા નામના કોઈએ એકાઉન્ટ બનાવ્યા હોય તો ડીલીટ કરી દેજો. ડીલીટ નહીં કરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.