GujaratAhmedabad

કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની દીકરી પર ટિપ્પણી કરવી પડે ભારે, મોરબી તાલુકા કોર્ટમાં નોંધાઈ ફરિયાદ

ગુજરાતમાં હાલ કાજલ હિન્દુસ્તાની ચર્ચાનો વિષય બનેલી છે. કેમ કે તેમના દ્વારા પાટીદાર સમાજ ની દીકરી ઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના લીધે પાટીદાર સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ પરના નિવેદનને લઈને કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આજે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ ની બેઠક મળવાની છે. જેમાં સમાજ  નાં સંમેલન ને લઈને ચર્ચા કરાશે.

આ મામલામાં પાટીદાર સમાજ અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાની ટીઆરપી માટે પાટીદાર સમાજ અને બહેન-દીકરીઓ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. જ્યારે આવી ઘટના ઘટી હોય તો જાહેર મંચ પર કહેવાનો અધિકાર રહેલો નથી. તેમણે ઘણી વખત માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે માફીની જગ્યાએ બફાટ કરી રહ્યા છે. તે કારણોસર અમારા દ્વારા મોરબી કોર્ટમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં એક જ કોલેજ ની 7 પટેલની દીકરીઓ દ્વારા બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવવામાં આવ્યા છે અને તે અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે પણ છે. સાતેય મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપવામાં આવી હતી. પિતા બહુ પૈસા કમાવવા માં વ્યસ્ત રહેલા છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત રહેલી છે. ઘરમાં લાખો રૂપિયા પડેલા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને જાણ થવાની છે. આ છોકરીઓ ની ઉંમર 16-17 વર્ષની રહેલી છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ રસ્તે જઈ રહ્યો છે.