રાજસ્થાન દર્શન કરવા જતા કલોલના દંપતીનો વિજાપુર હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મહેસાણાના વિજાપુરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલા પરિવારનો વિજાપુર પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. વિજાપુર-હિંમતનગર હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જવાના લીધે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણકારી અનુસાર, કલોલમાં રહેનાર દેવેન્દ્રભાઈ શાહ તેમના પત્ની મંજુલાબેન અને ડ્રાઈવરની સાથે અર્ટિગા કારમાં રાજસ્થાન માતાજીના દર્શન કરવા માટે નીકળેલા હતા. તે સમયે વિજાપુર હિંમતનગર હાઇવે પર રણછોડપુરા ચોકડી પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા તેમની કાર અકસ્માત થયેલ ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ મામલામાં ની જાણ પોલીસને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા કારમાં રહેલ ડ્રાઈવર અને દંપતિને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિજાપુર અને હિંમતનગર ની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઇવર અને મંજુલાબેન નું વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં અને મંજુલા બેનના પતિ દેવેન્દ્રભાઈ શાહનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મૃતક દેવેન્દ્રભાઈના ભાઈ દ્વારા ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરવામાં વિજાપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. .