SaurashtraGujaratRajkot

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું સ્વાભિમાન સભાને લઈને મોટું નિવેદન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં જાહેરાત કરાઈ હતી કે, રૂપાલા વિવાદ ઉકેલાશે નહીં તો આગામી કાર્યક્રમની રણનીતી ઘડવામાં આવશે છે. એવામાં હવે આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ક્ષત્રિય સ્વાભિમાન સભા આગામી થોડા દિવસોમાં યોજાવવાની તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

આ બાબતમાં કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, તારીખ ૯ અથવા ૧૦ એપ્રિલના રાજકોટમાં સ્વાભિમાન સભા યોજાવવાની છે. જેમાં પાંચ લાખ લોકો જોડાવવાના છે. તેમણે જાહેર મંચથી સંબોધન દરમિયાન જો રૂપાલા વિવાદ સમાપ્ત નહી થાય તો અમદાવાદના જીઆઈડીસી ગ્રાઉન્ડમાં પણ સંમેલનની તૈયારી દર્શાવવામાં આવી હતી.

નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો સમાજ દ્વારા કોઇ વાત સ્વિકારવામાં આવી રહી નથી. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો દ્વારા હજુ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર ભાજપની પ્રદેશ નેતાગીરીની ચિંતામાં વધારો થયો છે.

ઉલ્છેલેખનીય છે કે, પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. થોડા દિવસ અગાઉ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે. તેમ છતાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે.