GujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSurat

ખરેખર મહંત કરશનદાસબાપુએ કોરોના વાયરસની પહેલાથી જ આગાહી કરી હતી? જાણો વાયરલ વીડિયો ની હકીકત

હાલ કોરોના વાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે જયારે વિશ્વભરમાં 6000થી વધુ લોકોના આ વાયરસને કારણે મોત થયા છે. કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયામાં અનેક અફવાઓ ફેલાતી રહે છે.થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું કે એક પુસ્તકમાં વર્ષો પહેલા જ આ વાયરસ અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ત્યારે હવે ભારતમાં પણ આ પ્રકારની વાતો વહેતી થઇ છે. હાલ ગુજરાતમાં Parabdham ના મહંત કરશનદાસ બાપુ નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

આ વીડિયો અંગે કહેવામાં આવી રહ્યું છે કે પરબધામના મહંત કરશનદાસ બાપુએ આગાહી કરી હતી કે 2020માં એક વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. તેઓ વીડિયોમાં કહે છે કે હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો છે અને 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે. લોકો આ વિડીયોને 2019 નો હોવાનું કહી રહ્યા છે પણ હકીકત અલગ જ છે.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ અમે તપાસ કરી. તપાસ બાદ જાણવા મળ્યું કે આ વિડીયો 2019 નો નહીં પરંતુ 17 જાન્યુઆરી 2020 નો છે. હકીકતમાં પોરબંદરના બળેજ ખાતે 17 જાન્યુઆરીએ ભજન-સંતવાણી કાર્યક્રમ હતો જ્યાં ભજનિક શ્રી હરસુખગીરી, ભનુભાઇ ઓડેદરા,કલ્પેશગીરી તેમજ વિજયભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા. જ્યાં કરશનદાસ બાપુ એ કહ્યું હતું કે 2020માં વાયરસ આવશે જેના લીધે 48 કલાકમાં કરોડ લોકોના મોત થશે.  ઉલ્લેખનીય છે કે 2020ના જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસ ના કેસ સામે આવી ગયા હતા.

અમે વધુ તપાસ કરતા આ કાર્યક્રમ ના વિડીયો સુધી પહોંચ્યા. Bhanu Odedara નામની યુટ્યુબ ચેનલમાં આ કાર્યક્રમ નો આખો વિડીયો પણ ઉપલબ્ધ છે જે 18 જાન્યુઆરી 2020 નાં રોજ અપલોડ કરવામાં આવેલ છે.

પરિણામ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો 2019નો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દાવો એકદમ ખોટો છે.