GujaratAhmedabad

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટે અબોલ પશુ-પક્ષીઓ માટે કરી પ્રશંસનીય કામગીરી

ઉનાળાની શરૂઆત હવે ધીરે-ધીરે શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ઉનાળામાં પાણી ન મળતા અનેક મુશ્કેલીઓનો સામનો પક્ષીઓને કરવો પડે છે. તેના લીધે પશુ-પક્ષીઓના મૃત્યુ પણ થાય છે. પક્ષીઓ ક્યારેક તો એક બુંદ પાણી માટે વલખા મારવા પડે છે. એવામાં એક ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓને લઈને પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓ માટે પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં બાપુનગરમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળાનું વિતરણ કરાયું હતું.

જ્યારે આ પ્રસંગ દરમિયાન મહેમાન તરીકે હાજર રહેલ નિવૃત DYSP તરુણભાઈ બારોટના હસ્તે વિતરણ કરાયું હતું. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઝંખનાબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તરુણભાઈ બારોટ અમારા દરેક સેવાકીય કાર્યમાં અમારી સાથે રહીને અમારા કાર્યને પ્રોત્સાહન આપતા રહે છે.

તેની સાથે આ કેમ્પ દરમ્યાન સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે બાપુનગર વોર્ડના સ્થાનિક કાઉન્સિલર જયશ્રીબેન દાસારી દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. તેમના દ્વારા સંસ્થાની કામગીરીની બિરદાવવામાં આવી હતી. ટ્રસ્ટી ઝંખનાબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું કરૂણાના દરેક સ્વયંસેવકનો દિલથી આભાર માનું છે તેમના વગર આ કાર્ય કરવું સરળ નહોતું.