ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : પીડિતા એ સ્વામીને લઈને જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળ ના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારી ઓ સામે આવી રહી છે. એવામાં ખીરસરા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં પીડીતા દ્વારા મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવવામાં આવી છે.
ખીરસરા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે પીડિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વામી સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યાર બાદ મને ભોળવીને ધરમ સ્વરૂપદાસ સ્વામી દ્વારા તેનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે વધુ જણાવ્યું હતું કે, સ્વામી દ્વારા અન્ય યુવતીઓ ને ફસાવવામાં આવે છે અને શોષણ કરવામાં આવે છે આવા સ્વામી ઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી જોઈએ.
તમને જણાવી દિયે કે, ધરમ સ્વરૂપદાસ સ્વામી પર આરોપ લાગ્યો છે કે, ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધરમ સ્વરૂપદાસ સ્વામી દ્વારા ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક રચીને તેની સાથે અનેક વખત ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવવામાં આવી હતી. તેના સિવાય ધરમ સ્વરૂપદાસ સ્વામી દ્વારા હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત પણ કરાવવામાં આવ્યું હતું.