GujaratRajkotSaurashtra

રાજકોટમાં પ્રેમજાળમાં ફંસાવી લગ્નની લાલચે સગીરાનું અપહરણ, આરોપી પંજાબથી ઝડપાયો

રાજકોટ જિલ્લાના રામપરા બેટી ગામમાં ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી છઠ્ઠી ઓક્ટોબરના રોજ જીતેન્દ્ર કુમાર પાસવાન નામના વ્યક્તિ દ્વારા અપહરણ કરાયું હતું. ત્યાર બાદ આ આરોપી પોલીસથી નાસતો ભાગતો રહેતો હતો. એવામાં હવે તેને લઈને સમાચાર સામે આવ્યા છે કે, આરોપી જીતેન્દ્રને એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પંજાબથી ઝડપી પડાયો છે.

તેની સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પરિણીત છે. તેની સાથે પરિણીત પત્ની તેના વતન ઝારખંડ ખાતે રહેતી હોવાની પણ જાણકારી સામે આવી છે. જ્યારે જીતેન્દ્ર પાસવાન પંજાબ ખાતે એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરીએ લાગી ગયો હતો. જ્યારે પોલીસ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે ગુગલ મેપનો પણ ઉપયોગ કરાયો હતો.

આ મામલામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એસ ગામીત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી દ્વારા સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપી સગીરાને પોતાની સાથે પંજાબ રાજ્યના રૂપનગરમાં લઈને ચાલ્યો ગયો હતો. આ સમગ્ર બાબતમાં એરપોર્ટ પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન તેમજ સીડી આર કોલ એનાલિસિસના આધારે આરોપીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આર. એચ કોડીયાતર અને તેમની ટીમ દ્વારા પંજાબ થી ઝડપી પડાયો હતો.

તેની સાથે પોલીસ કર્મચારીઓ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે પંજાબી પહેરવેશ ધારણ કરી પંજાબીમાં વાતચીત કરીને આરોપીને દબોચી લીધો હતો. આરોપી જીતેન્દ્ર કુમાર પાસવાન હિરાસર ખાતે રહેતો હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે તે આજુબાજુમાં આવેલી કંપનીમાં કામકાજ કરી રહ્યો હતો. કંપનીમાંથી તે ગત આઠમા મહિનામાં કામ છોડીને ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ દસમા મહિનામાં તે આવીને સગીરાને લઈને ચાલ્યો ગયો હતો. પોલીસ તપાસમાં આરોપી પરિણીત હોવાનું પણ જાણકારી સામે આવી છે. જ્યારે તે મૂળ ઝારખંડના ધનબાદ જિલ્લાનો વતની હોવાની જાણકારી સામે આવી છે.

જ્યારે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલામાં પોક્સો તેમને દુષ્કર્મ સહિતની કલમોનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો છે. સગીરા અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના પત્ની હોવાનું જાણકારી સામે આવી છે. સગીરાના પિતા છેલ્લા દસેક વર્ષથી રાજકોટના બામણબોર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ડ્રાઇવિંગ કરી પરિવારજનોનું ભરણપોષણ કરે છે. તેની સાથે સંતાનમાં તેમને બે દીકરાને દીકરી હોવાની જાણકારી સામે આવી છે. છઠ્ઠી ઓક્ટોબરના રોજ વહેલી સવારના ફરિયાદીએ પોતાના ઘરમાં જોયું તો ૧૬ વર્ષની દીકરી ઘરમાં નહોતી. ત્યાર બાદ આ સમગ્ર મામલે સગીરાની તપાસ હાથ ધરવામાં આવી હતી.