GujaratAhmedabad

કિંજલ દવે નહીં ગાઈ શકે ચાર-ચાર બંગડી વાળી ગીત, હાઈકોર્ટે 28 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો

ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવે ફરી વિવાદમાં ફસાઈ ગઈ છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટ દ્વારા આ ગીત પર સ્ટે લંબાવવામાં આવ્યો છે. કિંજલ દવે સામે આ ગીત પર 26 માર્ચ સુધી ગીત ના ગાવા પર સ્ટે મુકવામાં આવ્યો હતો. જ્યારે હવે તેને લઈને બીજા સમાચાર સામે આવ્યા છે. આ ગીત પર મુકવામાં આવેલ સ્ટે લંબાવવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા ૨૮ માર્ચ સુધી આ ગીત પર સ્ટે મુકવામાં આવ્યો છે.

લોકગાયિકા કિંજલ દવે નું ‘ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળુ’ ગીત જ્યારથી હિટ થયેલ છે ત્યારથી કોપીરાઇટ કેસમાં તે ફસાયેલું છે. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં ચડી ગયેલ છે. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવે ને પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. આ અગાઉ સિવિલ કોર્ટ દ્વારા કિંજલ દવે ને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી અપાઈ હતી. ત્યાર બાદ અરજદાર દ્વારા સિવિલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટ દ્વારા અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવવામાં આવ્યો છે. કિંજલ દવે ને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપની એ અમદાવાદ સિટી સિવિલ કોર્ટ માંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટ નો કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો, પરંતુ અરજદાર ગીત ના કોપીરાઈટ હોવાનું પુરવાર કરી શક્યા નહોતા. કિંજલ દવ દ્વારા આ કેસ જીતી ગઈ હતી. ત્યાર બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપની દ્વારા હાઇકોર્ટ માં પડકારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અરજી કરવામાં આવતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો. એવામાં હાઈકોર્ટ દ્વારા ૨૮ માર્ચ સુધી આ ગીત પર સ્ટે લંબાવવામાં આવ્યો છે.