AhmedabadGujaratMadhya Gujarat

કિશન ભરવાડ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો

કિશન ભરવાડ મર્ડર કેસમાં ગુજરાત ATS સતત આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જમાલપુરના એક મૌલવી અયુબની આ કેસમાં સક્રિય રીતે ભૂમિકા સામે આવી છે. શબ્બીરને કિશન ભરવાડની હત્યા કરવા માટે આ મૌલાના અયુબે જ ઉશ્કેર્યો હતો. તેમજ મૌલાના અયુબે કિશનની હત્યા માટે હથિયાર પણ આપ્યું હતું. અને દિલ્હીના આરોપી એવા મૌલાના કમર ગની ઉસ્માનીએ શબ્બીરને કાયદાકીય મદદ અને પરિવારને આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી. જે બાદ શબ્બીર કિશનની હત્યા કરવા માટે તૈયાર થયો હતો.

હવે આ કેસમાં ગુજરાત ATS એક સ્પેશ્યલ ટીમ બનાવીને મૌલાના અયુબની પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૌલાના અયુબે અમદાવાદના ઘણા યુવાનોના મનમાં જિહાદનું ઝેર નાખ્યું હતુ. ગુજરાત ATSને અમદાવાદના વટવા, દાણીલીમડા, મીરઝાપુર, દરિયપુર, શાહઆલમ જેવા વિસ્તારોમાં રહેતા કેટલાંક યુવાનોના નામનું લિસ્ટ મળ્યું છે. ત્યારે આ કેસમાં આગળ હજુ પણ વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, ધંધુકાના કિશાન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીરની પોલીસે ધરપકડ કરીને કડક પૂછપરછ કરી હતી. ત્યારે આરોપી શબ્બીરે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે જમાલપુરના મૌલાના અયુબ સાથે સંપર્કમાં હતો. અને તે જ્યારે પણ મૌલાના અયુબને મળતો ત્યારે તેઓ ઈસ્લામ વિરૂદ્ધ બોલનારાઓને સજા આપવાની જ હતા. આ સિવાય મૌલાના અયુબ ઉશ્કેરણી જનક વિડીયો બનાવીને વોટ્સએપ પર મોકલતો હતો. જ્યારે સોશિયલ મીડિયા પર કિશન ભરવાડે પોસ્ટ કરી ત્યારે શબ્બીરે આ વાતની જાણ મૌલાના અયુબને કરી હતી. ત્યારે શબ્બીરને ઉશ્કેરતા મૌલાના અયુબે કહ્યું હતું કે, દેશનો કાયદાથી તો તે બચી જશે ઇસ્લામ પ્રમાણે તેને સજા મળવી જોઈએ.

નોંધનીય છે કે, શબ્બીરને મૌલાના અયુબે ખાતરી આપી હતી કે તે તમામ કાયદાકીય મદદ પૂરી પાડશે. અને જો શબ્બીર આ કેસમાં જેલમાં જાય તો તેના પરિવારને તમામ પ્રકારની આર્થિક મદદ પણ કરશે. ત્યારબાદ કિશનની હત્યા કરવા માટે શબ્બીર તૈયાર થયો હતો. મૌલાના અયુબે રાજકોટથી તેને અઝીમ સમાના સંપર્ક દ્વારા હથિયારની વ્યવસ્થા કરી આપી હતી.

પૂછપરછ દરમિયાન ગુજરાત ATSને જાણવા મળ્યું કે, મૌલાનાએ શબ્બીર સિવાય પણ અમદાવાદમાં અનેક યુવાનોના મનમાં જિહાદનું ઝેર પીરોવ્યું હતુ. અને ATSને વટવા,દાણીલીમડા,દરિયાપુર, મિરઝાપુર, શાહઆલમ વિસ્તારના કેટલાંક યુવાનોના નામ તેમજ મોબાઈલ નંબર મળ્યા છે. જેના આધારે ગુજરાત ATS તપાસ કરી રહી છે. મૌલાના અયુબે પૂછપરછ દરમિયાન એવું પણ કબૂલ્યું કે, તમામ પરકારની કાયદાકીય મદદ માટે મૌલાના કમર ગની ઉસ્માની ખાતરી આપતો હતો. અને મૌલાના કમરગની કહેતો હતો કે, ઈસ્લામ વિરૂદ્ધ ઉચ્ચારણ કરનાર લોકોને કાયદાકીય સજા ભલે મળે પરંતુ તેમને ઈસ્લામિક કાયદા અનુસાર પણ સજા મળવી જ જોઈએ. અને આ માટે જ મૌલાના કમરગનીએ મૌલાના અયુબને તૈયાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, કિશન ભરવાડ હત્યા કેસમાં હજુ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે. હાલ ગુજરાત એટીએસ તેમને મળેલ યુવાનોના નામ અને ફોન નંબરના આધારે તેમની શોધખોળ કરી રહી છે. કે જેઓને જિહાદના નામે મૌલાના અયુબે ઉશ્કેર્યા હતા. શક્યતા છે કે ભવિષ્યમાં અનેક ખુલાસા આ કેસમાં થઈ શકે છે.