AhmedabadGujaratMadhya Gujarat

કિશન ભરવાડ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો: ફક્ત કિશન જ નહી પણ આ 1500 લોકો ને નિશાન બનાવવાનો ટાર્ગેટ હતો

કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ દરમિયાન દરરોજ એક બાદ એક આશ્ચર્યચકિત કરનારા ખુલાસો સામે આવી છે. જ્યારે આ બાબતમાં ગઈ કાલના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તેની સાથે અઝીમ સમા રિમાન્ડ અરજી ફગાવી તેને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં છે.

તેની સાથે એક મોટી જાણકારી સામે આવી છે કે, પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા માટે કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે, નબી વિરુદ્ધ ટિપ્પણી કરનારા 1500 માણસોની યાદી કમરગની સામે બનાવવામાં આવી હતી. કમરગની દ્વારા પૂછપરછ માં જણાવવામાં આવ્યું હતું કે, યુપીમાં આવેલ શાહજહાંપુર માં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરવામાં આવી હતી.

કોર્ટમાં પોલીસ દ્વારા એ.ટી.એસ. દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, તે ધર્મ તેમજ નબી સામે ટિપ્પણી કરનારા 1500 વ્યક્તિઓની યાદી ઉત્તરપ્રદેશના તહેરિકે-ફરોદે-ઇસ્લામ એજયુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટી ના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્ક દ્વારા બનાવવામાં આવી હતી. આ કારણોસર તેમના લેપટોપ અને તેમાં રહેલા લોકોની જાણકારી મેળવવી જરૂરી છે. આ યાદીમાં ગુજરાતના કોઇ વ્યક્તિઓ છે કે નહીં તેની જાણકારી મેળવવી પણ જરૂરી છે. જ્યારે કમર ગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક કર્યો હતો તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, કમરગની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો તેમને તેમનું ઘર કઈ જગ્યાએ છે તેના જવાબમાં તેમને કહ્યું હતું કે હું જાણતો નથી. તેની સાથે અનેક બાબતો તેમના વિશે જાણવા મળી હતી. પોલીસ દ્વારા તેને લઈને વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. એવામાં હવે કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટના કારણે ઉશ્કેરાયેલા ઈમ્તિયાઝ અને શબ્બીરે કિશન ભરવાડને જાહેરમાં જ ગોળી મારી દીધી હતી. આ કેસના કારણે ધંધુકા અને ગુજરાતમાં સ્થિતિ વણસી હતી. જે બાદ તાત્કાલિક અસરથી તપાસનો દોર આરંભીને તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આરોપીઓની પૂછપરછ અને ટેલિફોનિક રેકોર્ડના આધારે કેટલીક અગત્યની વિગતો સામે આવી છે. જેમાં આ કટ્ટરપંથી ટુકડીએ હિન્દુત્વનો પ્રચાર કરતા પંકજ આર્ય, બીએસ પટેલ, મહેન્દ્ર આર્ય, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠી, નરસિંહાનંદ, રાધેશ્યામ આચાર્ય, રાહુલ આર્ય, ઉપદેશ રાણા, આરએસએન સિંઘ, ઉપાસનાઆર્ય સહિતના લોકોની સંપૂર્ણ માહિતી એકઠી કરીને તેમની કુંડળી તૈયાર કરી હતી.

વધુ એક વિગત અનુસાર, ઐયુબે લોકોને ઉશ્કેરવા માટે જે પુસ્તક લખ્યું હતું તેની 4000 જેટલી કોપી છાપવામાં આવી હતી. પરંતુ તપાસ દરમિયાન પોલીસને માત્ર 1000 કોપી જ મળી હતી. હવે બાકીની 3000 જેટલી કોપી કોને આપવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે. હત્યારાએ કિશનની હત્યા બાદ પોતાના બે મોબાઈલ ફોન તેમજ ત્રણ સિમકાર્ડ તોડીને તળાવમાં ફેંકી દીધા હતા જેને શોધવા પણ તપાસ ચાલી રહી છે.