AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડાનો ઘેરાવો જાણીને ઉડી જશે તમારા હોશ, જાણો કેટલો છે વાવાઝોડાનો ઘેરાવો?

ગુજરાત તરફ ધીરે-ધીરે બિપોરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાથી માત્ર થોડાક કલાકો જ દૂર રહેલું છે. દર કલાકે બિપોરજોય વાવાઝોડું પાંચ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. ગુજરાતના દરિયાકિનારાથી હાલમાં 200 કિલોમીટર વાવાઝોડું દૂર રહેલું છે. 6 જુન બાદ વાવાઝોડા દ્વારા ગુજરાત તરફ આવવા માટે 1300 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે. વાવાઝોડાનો કુલ ઘેરાવો 6 હજાર કિમી રહેલો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, આ વાવાઝોડું ગુજરાતને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

બિપોરજોય વાવાઝોડું આજે કચ્છથી ટકરાવવાનું છે. પ્રાપ્ત માહિતી મુજબ, જૂન 1998 ના ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવનાર આ ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત અંદાજીત 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય રહેલું છે. તેની સાથે ગુજરાત તરફ આવવાની વાવાઝોડા ગતિ અને મુસાફરીને લઈને સંપૂર્ણ અભ્યાસ કરાયો છે. જાણકારી મુજબ, આ વાવાઝોડાની ઉત્તર-દક્ષિણની લંબાઈ અંદાજીત 1900 છી 2000 કિલોમીટરની રહેલી છે. ત્યારે પૂર્વ-પશ્ચિમની લંબાઈ અંદાજીત 1350 થી 1400 કિમી રહેલી છે.

જ્યારે વાવાઝોડા 6 જુનના રોજ કેરળ અને કર્ણાટકની પૂર્વ તરફ ઉદભવ્યું હતું. ત્યાર બાદથી આજે 15 જુન સુધી વાવાઝોડાએ 1300 કિમીનું અંતર કાપ્યું છે. એટલે કે, 1300 કિલોમીટરની સફર કાપીને આજે વાવાઝોડું ગુજરાતના કચ્છ વિસ્તારમાં ત્રાટકશે.

વાવાઝોડાના લીધે ગુજરાતના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ બનવાનો છે.