SaurashtraGujaratRajkot

ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ, પુરુશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નત્યાગ કરશે પદ્મિનીબા વાળા

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકો યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલામાં આજે ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળા દ્વારા પુરુશોત્તમ રૂપાલા ની ટિકિટ રદ ની માંગણી સાથે અન્ન ત્યાગ કરી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા  ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ અંગે કરવામાં આવેલ નિવેદન અપમાનજનક રહેલ છે. અમારી એક જ માંગ રહેલ છે કે, ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ થસે નહીં ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. રાજકોટ શહેરના આશાપુરા માતાજીના મંદિરે પદ્મિનીબા વાળાએ શિશ ઝુકાવ્યા બાદ અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની બેઠકમાં પદ્મિનીબા ને આમંત્રણ અપાયું ન હોવાનું સામે આવ્યું  હતું.

તેમ છતાં  દ્મિનીબાને અમદાવાદ ખાતે બેઠકમાં આમંત્રણ આપવામાં આવતા તેઓ અમદાવાદ ખાતે જવા માટે નીકળ્યા છે. તેમ છતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બેઠકમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે પરંતુ અમારી માંગ પર અમે અડગ રહેવાના છીએ.
તમને જણાવી દઈએ કે, કરણી સેનાના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજની ચારથી પાંચ મહિલાઓ સાથે સવારનાં સમયે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરે આવ્યા હતા અને માતાજીનાં દર્શન પણ કર્યાં હતાં. ત્યાર બાદ  તેમને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ  નિવેદન બાદ સમાધાનની ખાનગી બેઠકમાં માફી માગી જે અમને ગ્રાહ્ય રહેલ નથી. તેના લીધે  હવે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે નહીં ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી ઉગ્ર લડત ચાલુ રાખવામાં આવશે.