કુંવરજી બાવળિયાએ લોકસભાની ચુંટણીને લઈને આપ્યું મોટું નિવેદન

લોકસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેની સાથે ભાજપ દ્વારા ગુજરાતની 26 પૈકી 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 11 ઉમેદવારોના નામને લઈને અટકળો ચાલી રહી છે. તેની સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની ચર્ચા ચાલી રહી હતી. એવામાં કુંવરજી બાવળિયા દ્વારા આ બાબતમાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
કુંવરજી બાવળિયા દ્વારા દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે, તે લોકસભાની ચુંટણી લડવા ના નથી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પોતાના નામની ચર્ચા અંગે બાવળિયાએ વધુમાં જણાવ્યું છે કે, કેટલાક મારા રાજકીય શત્રુ કે હિતેચ્છુ આવી ચર્ચા કરી રહ્યા છે. પરંતુ મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે, હું રાજ્યની જનતાની સેવા કરવા ઈચ્છું છે. ભૂતકાળમાં પાંચ વર્ષ હું લોકસભામાં જઈને આવ્યો છું. હવે મારી લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા રહેલ નથી.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2009 ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સાંસદ તરીકે જનતા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસ માંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. પરંતુ તેમના દ્વારા વર્ષ 2018 માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. આ રાજીનામા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.