);});
AhmedabadGujarat

લંડનમાં અભ્યાસ કરવા ગયેલ કુશ પટેલ ચાર દિવસથી ગુમ, પરિવારે ફરિયાદ નોંધાવી

વિદેશમાં અભ્યાસ કરનાર અમદાવાદના યુવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો કુશ પટેલ લંડનમાં અભ્યાસ કરવામાં માટે ગયેલો છે અને તે છેલ્લા ચાર દિવસથી ગુમ થઈ ગયો છે. કુશ પટેલની વાત કરીએ તો તે સ્ટુડન્ટ વિઝા પર ગયેલો હતો. જ્યારે તે મૂળ વહેલાલ અને નવા નરોડાનો રહેવાસી રહેલ છે. લંડનમાં 10 ઓગસ્ટથી કુશ પટેલ ગુમ થઈ ગયો છે તેની જાણકારી પરિવારને પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચો: શનિદેવ કેટલો સમય કુંભ રાશિમાં રહેશે? આગામી અઢી વર્ષ સુધી આ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે

આ મામલામાં પરિવાર દ્વારા રૂમમેટને પૂછવામાં આવ્યું તો ગુમ થયાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. પરિવાર દ્વારા યુવકથી 24 કલાક સુધી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેની કોઈ જાણકારી મળી નહોતી. તેના લીધે પરિવાર દ્વારા આ મામલામાં લંડનમાં વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કુશ પટેલની વાત કરીએ તો તે 2022 માં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે લંડન ગયેલો હતો.

આ પણ વાંચો: સાપે ડંખ મારતા હોસ્પિટલ લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જતા 14 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત

તેની સાથે તે પણ જાણકારી મળી છે કે, બે-ત્રણ મહિનામાં જ કુશ પટેલના વિઝા સમાપ્ત થવાના હતા. કુશ પટેલને પરિવારને હિસાબ આપવાની ચિંતા હોવાની આશંકા રહેલો છે. ચિંતામાં કુશ મોબાઈલ બંધ કરીને ક્યાંક ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે. કુશ લંડનથી પરિવારને નાણાં મોકલતો રહેતો હતો અને કુશ પટેલ દ્વારા મોકલવામાં આવતા નાણાથી જ પરિવારનું ભરણપોષણ થતું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ ASI ના મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ DYSP અને PSI વિરુદ્ધ નોંધાયો ગુનો, જિલ્લા બહારના અધિકારીને સોંપાઈ તપાસ