GujaratSaurashtra

કચ્છની કેસર કેરીને લઈને આવ્યા મોટા સમાચાર

ઉનાળાની શરૂઆત થઈ હૈ છે ત્યારે સૌ કોઈ ફળોના રાજા કેરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ત્યારે કચ્છની પ્રખ્યાત કેસર કેરીની લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં 10,900 જેટલા હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતું કમોસમી વરસાદના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં કેરીન પાકને આંશિક નુકસાની થઈ છે.

એક સર્વે અનુસાર, આ વર્ષે થયેલ કમોસમી વરસાદ તેમજ પડેલા કરાના લીધે લગભગ 4500 હેક્ટરમાં કેરીના પાકને આંશિક નુકસાની ગઈ છે. ચાલુ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ફળોના રાજા કેરીનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છની કેસર કેરીની માંગ બજારમાં પણ ખૂબ વધારે રહેતી હોય છે. કચ્છના ખેડૂતોએ ચાલુ વર્ષે દર વર્ષ કરતા વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સતત આગળ વધી રહ્યા છે. જેના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

કચ્છના ખેડૂતના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાની પહોંચી છે. પરંતુ જે પણ ખેડૂતો પાસે કેરીનો પાક બચેલો છે તે લોકોને ખૂબ આવક થવાની છે. બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો કારણ કે જે કચ્છની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને એટલે જ આ કેરીની માંગ પણ ખૂબ રહેતી હોય છે. ત્યારે જે ખેડૂતો પાસે કેરીનો પાક બચ્યો છે તે આ વખતે સારા એવા ભાવે કેરીને વેચી ખૂબ નફો કરશે.

આ પણ વાંચો: રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસ નીચે કચડાતા વિદ્યાર્થિનીનું કરૂણ મોત

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, આ વખતે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુમશાન થયું હોવાથી પાક ખૂબ ઓછો થયો છે. ત્યારે નિકાસ દરમિયાન સરકાર કાર્ગો માટે ખેડૂતોને સબસિડી આપે તો સરકાર તો સબસિડી આપશે પરંતુ આ સબસીડીનો લાભ તો ખેડૂતોને બદલે વેપારી લઈ લે છે. માટે સરકાર ખેડૂતોને લાભ થાય એવું કંઈક કરે તો સારું. કચ્છની કેસર કેરીનો ભાવ ચાલુ વર્ષે પ્રતિ 10 કિલો 700 થી 1200 રૂપિયા ભાવે મળે તેવી આશા છે.