હવામાન વિભાગની તાજેતરની આગાહી ગુજરાતીઓની ચિંતા વધારી શકે છે, જાણો એવી તો શું કરી આગાહી?

રાજ્યમાં ફરી એક વખત વરસાદી સીસ્ટમ શરુ થવાના લીધે ગુજરાતીઓની ચિંતામાં વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 19 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 16 તારીખ બાદ રાજ્યભરમાં અતિશય વિકરાળ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ત્યાર બાદ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવી રહી હોવાની જાણકારી સામે આવી છે. એવામાં બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાવાની શક્યતાને લઈને મોટી જાણકારી સામે આવી છે. 19 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સર્જાવાની છે તેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ જોવા મળશે. પરંતુ 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે. 16 થી 19 જુલાઈ સુધી ભારેથી અતિ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ જોવા મળશે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના લીધે કચ્છ સહિતના જિલ્લાઓમાં પવની સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેની સાથે કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના લીધે ભારે તબાહી જોવા મળી હતી. આ સિવાય બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આગાહીના મુજબ, શું વાવાઝોડું સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 19 જુલાઈથી બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ સર્જાઈ તેવી શક્યતા રહેલી છે. આ અગાઉ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના લીધે કચ્છ સહિતના જિલ્લાઓમાં પવન અને ભારે વરસાદના લીધે તબાહી મચાવી હતી. વાવાઝોડાના લીધે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.