લોકડાઉન ને લઈને CM રૂપાણીની જાહેરાત: આ વિસ્તારોમાં પાનના ગલ્લા, સલૂન સહિતની બધી જ દુકાનો ખુલશે, જાણો વિગતે
ગુજરાતમાં લોકડાઉન-4 ને લઈને સીએમ વિજય રૂપાણીએ મોટી જાહેરાતો કરી છે. હવે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ અન નોન-કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ વસ્તુની દુકાનો નહીં ખુલે.કન્ટેઈનમેન્ટ ઝોનની યાદીમાં ફેરફાર કરવામા આવશે.રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓની દુકાનો ખુલશે.આ સિવાયના વિસ્તારમાં સવારે 8થી 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ અપાશે.આ ઉપરાંત સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવશે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે.નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન પણ ખોલવાની મંજૂરી અપાઈ છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરુ થશે.રાજ્યમાં રેસ્ટોરન્ટ ફક્ત હોમ ડિલિવરી જ કરી શકશે.
અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસ બંધ રાખવામાં આવશે. ગેરેજ, વર્કશોપ ખોલવાની મંજૂરી અપાશે. આ સાથે ટુવ્હીલરમાં એક જ વ્યક્તિ જઈ શકશે, ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે જ વ્યક્તિ બેસી શકશે.માલવાહન એ મંજૂરી અપાઈ છે.રિક્ષામાં એક બેથી વધુ પેસેન્જર નહીં બેસી શકે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજ, જીમ નહીં ખુલે. મોલ અને શોપિંગ માર્કેટમાં દુકાનો અડધી ખુલશે અને નિયમોનું પાલન કરવાનું રહેશે.
કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય કોઈછૂટછાટ નહીં મળે.સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ મળશે. ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા પણ બંધ રહેશે.જાહેરમાં થૂંકનારને 200 રૂપિયાને દંડ અને જાહેરમાં માસ્ક ન પહેરનારને પણ 200 રૂપિયાનો દંડ કરાશે.
અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે.હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકા સ્ટાફ સાથે શરુ કરવામાં મંજૂરી અપાશે.