લોકસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 23 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેપી નડ્ડા દ્વારા વિનોદ તાવડે અને સાંસદ દીપક પ્રસાદને બિહારની જવાબદારી સોંપવામાં આવી છે. તેની સાથે ઉત્તર પ્રદેશના પ્રભારી બૈજવંત પાંડાને બનાવવામાં આવ્યા છે. આ સિવાય દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગુજરાતના પણ કેટલાક દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપાઈ છે.
તમને જણાવી દઈએ કે, આ યાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહે બહાર પડી છે. ભાજપ દ્વારા પ્રભારીઓની પાડવામાં આવેલ 3 નેતાઓને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. બંગાળમાં મંગળ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને પ્રભારી અને સહપ્રભારી બનાવ્યા છે. આ સિવાય યુપી જેવા મોટા રાજ્ય માટે માત્ર એક જ પ્રભારીની નિયુક્તિ કરાઈ છે.
તેની સાથે ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી અને વિધાયક વિજય રૂપાણીને ચંદીગઢ અને પંજાબની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપાઈ છે. આ સાથે ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંતકુમાર ગૌતમને સોંપાઈ છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રભારીઓની યાદી
1. આંદમાન અને નિકોબાર – વાય. સત્યાકુમાર
2. અરુણાચલ પ્રદેશ – અશોક સિંઘલ
3. બિહાર – વિનોદ તાવડે, દીપક પ્રકાશ (સાંસદ)
4. ચંદીગઢ – વિજય રૂપાણી (ધારાસભ્ય)
5. દમણ અને દીવ – પુર્ણેશ મોદી વિધાયક, દુષ્યંત પટેલ
6. ગોવા – આશીષ સૂદ
7. હરિયાણા – બિપ્લબકુમાર દેવ (સાંસદ), સુરેન્દ્ર નાગર (સાંસદ)
8. હિમાચલ પ્રદેશ – શ્રીકાંત શર્મા (વિધાયક), સંજય ટંડન
9. જમ્મુ અને કાશ્મીર – તરુણ ચુઘ, આશીષ સૂદ
10. ઝારખંડ – લક્ષ્મીકાંત બાજપેયી (સાંસદ)
11. કર્ણાટક – ડો. રાધામોહન દાસ અગ્રવાલ (સાંસદ), સુધાકર રેડ્ડી
12. કેરળ – પ્રકાશ જાવડેકર
13. લદ્દાખ – તરુણ ચુઘ
14. લક્ષદ્વીપ – અરવિંદ મેનન
15. મધ્ય પ્રદેશ – ડો. મહેન્દ્ર સિંહ (એમએલસી), સતીષ ઉપાધ્યાય
16. ઓડિશા – વિજયપાલ સિંહ તોમર (સાંસદ), સુશ્રી લતા ઉસેન્ડી (વિધાયક)
17. પુડુચેરી – નિર્મલકુમાર સુરાણા
18. પંજાબ – વિજયભાઈ રૂપાણી (વિધાયક), ડો. નરિન્દર સિંહ
19. સિક્કિમ – ડો. દિલીપ જાયસ્વાલ (એમએલસી)
20. તમિલનાડુ – અરવિંદ મેનન, સુધાકર રેડ્ડી
21. ઉત્તર પ્રદેશ – બૈજયંત પાંડા
22. ઉત્તરાખંડ – દુષ્યંતકુમાર ગૌતમ
23. પશ્ચિમ બંગાળ – મંગળ પાંડે (એમએલસી), અમિત માલવીય, આશા લકડા