લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની 5 મી યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાતમાં 26 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે 26 બેઠકોમાં ભાજપ દ્વારા 12 રિપીટ અને 12 નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા અગાઉ ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બે ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. તેના લીધે તે બેઠકો સહિત બાકી રહેનાર બેઠક પર ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, જૂનાગઢ અને અમરેલી બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ 26 ઉમેદવારોના નામ
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – રેખાબેન ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
રાજકોટ – પુરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
આણંદ – મિતેશ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
દાહોદ – જશવંત ભાભોર
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલ – પ્રભુ વસાવા
નવસારી – સી.આર.પાટીલ
મહેસાણા – હરિભાઈ પટેલ
સાબરકાંઠા – શોભના બારૈયા
વડોદરા – ડૉ. હેમાંગ જોશી
અમરેલી – ભરત સુતરિયા
સુરેન્દ્રનગર – ચંદુભાઈ શિહોરા
જૂનાગઢ – રાજેશ ચૂડાસમ
જામનગર – પુનમ માડમ
અમદાવાદ – પૂર્વ હસમુખ પટેલ
છોટાઉદેપુર – જશુભાઇ રાઠવા
વલસાડ – ધવલ પટેલ
ભાવનગર – નિમુબેન બાંભણિયા
સુરત – મુકેશ દલાલ
નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાવવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 મી એપ્રિલના રોજ થવાનું છે જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેના રોજ મતદાન થશે. જ્યારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવવાની છે. .