AhmedabadGujarat

લવજેહાદની ઘટના, મુસ્લિમ યુવકના ત્રાસથી ડાકોરની દીકરીએ કરી ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

નડીયાદથી લવજેહાદની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફ્સાયેલ ડાકોર પોલીસ કર્મચારીની યુવા પુત્રી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડાકોરમાં 22 વર્ષીય યુવતી દ્વારા ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે. માતા-પિતા ઘરની બહાર ગયા હતા તે સમયે આ યુવતી દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું હતું.

આ બાબતની જાણ થતા માતા-પિતા તાત્કાલિક ઘરમાં દોડી આવ્યા અને દીકરીના મોબાઈલ કોલ રેકોર્ડીંગના આધારે અબ્દુલ્લા મોમીન નામના યુવાન દ્વારા ત્રાસ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. યુવતીના પિતા દ્વારા કોલ રેકોર્ડિગને આધારે મરવા માટે મજબૂર કરવામાં આવી હોવાની ડાકોર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતી દ્વારા પ્રેમ સંબંધ તોડી નાખવામાં આવતા અબ્દુલ્લા મોમીન દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તે રેકોર્ડીંગથી જાણકારી મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડાકોર પોલીસ લાઈનમાં મહીસાગર જિલ્લાના રણજીતસિંહ બારૈયાનો પરિવાર વસવાટ કરે છે. તેમની દીકરી જાગૃતિ છેલ્લા ચાર વર્ષથી નડિયાદની દિનિશા પટેલ નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી. એવામાં તે થોડા દિવસો પહેલા જ પોતાના વતનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી. પરંતુ જાગૃતિની પરીક્ષા હોવાના લીધે તે ઘરમાં જ રોકાઈ ગઈ અને ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ બાબતની જાણ થતા માતા-પિતા ઘરે દોડી આવ્યા હતા.

જ્યારે જાગૃતિના મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે. ત્યાર બાદ જાગૃતિનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. તેના કોલ રેકર્ડિંગ કરતા સામે આવ્યું કે, જાગૃતિને અબ્દુલ્લા મોમીન નામના મુસ્લિમ યુવક સાથે સંબંધ રહેલા હતા. પરંતુ જાગૃતિ દ્વારા આ સંબંધોને તોડી નાખવામાં આવ્યા હતા. પરંતુ અબ્દુલ્લા તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. અબ્દુલ્લા દ્વારા તેને બીજા છોકરાઓ સાથે સંબંધ હોવાનું કહીને તેને ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું હતું. જાગૃતિ દ્વારા સંબંધ તોડી નાખવામાં આવ્યો હોવા છતાં અબ્દુલ્લા દ્વારા તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ મામલામાં નડિયાદ પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.