AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: મહિલાના પેટમાં રહેલી 47kgની ગાંઠની સર્જરી કરાઈ, મહિલાના પુત્ર એ જણાવ્યું કે…

અમદાવાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડોકટરોની ટીમે એક બહુજ મોટા ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષીય એક મહિલાના પેટમાંથી રહેલી કોળા જેટલી મોટી ગાંઠ માટે ડોકરોની ટિમ દ્વારા સર્જરી કરવામાં આવી છે. મહિલામાં પેટમાં રહેલ આ ગાંઠનું 47 kg વજન હતું. મહિલાનાં શરીરમાંથી આશરે 7 કિલો જેટલી ચરબીને પણ દૂર કરાઈ છે. આ સર્જરી પછી મહિલાનું વજન 49 કિલો જેટલું થયું છે.

ગાંઠને કારણે કિડની, ફેફસાં અને હૃદય પર દબાણ આવતું હતું. માટે આ સર્જરી ખુબ જ જટીલ બની હતી. જો સર્જરી દરમિયાન સહેજ પણ ચૂક થાય તો વધુ રક્તસ્ત્રાવને કારણે ઓપરેશન ટેબલ પર જ મહિલાનું મૃત્યુ પામે તેવી શક્યતા હતી. ડોકટર્સનો દાવો છે કે, આ સમગ્ર ભારત દેશમાં સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર છે.

મહિલાના પુત્રના જણાવ્યુ હતું કે, તેની માતાને વર્ષ 2004થી પેટમાં ગાંઠ થઇ હતી. 2005માં ગોધરામાં ગાંઠની સર્જરી કરાવાઈ હતી. પરંતુ શરીરના અંગો સાથે પણ ગાંઠ જોડાયેલી હોવાના કારણે તેમનું મોત થવાની શક્યતા રહેલી હતી. અને જેને કારણે સર્જરી અધૂરી રહી હતી. ત્યારથી આજ સુધી તેમની માતાને પેટમાં કોઇપણ પ્રકારનો દુખાવો ન હતો, પણ સતત વધી રહેલા વજનને કારણે તેઓ પથારીવશ હતા.ત્યારે માતાની ખરાબ હાલત જોઈને પુત્રએ દિલ્હીની એક હોસ્પિટલના સર્જનનો ઈન્ટરનેટના માધ્યમથી સંપર્ક કર્યો હતો. અને તે સર્જને અમદાવાદ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલનું સૂચન કર્યું હતું.

તે ડોકટરના સૂચન અનુસાર અમે આ હોસ્પિટલમાં પરિવારજનોએ મહિલાને દાખલ કર્યા હતા. ટ્યુમર ખૂબ મોટું હોવાના કારણે સર્જરી અત્યંત જોખમી હતી. જો કે, ચાર કલાક સુધી ડોક્ટરોની ટીમ દ્વારા સફળ સર્જરી કરતાં આ મહિલા સ્વસ્થ થયા છે.ઉલ્લેખનીય છે કે મહિલાના શરીરમાં રહેલા ગાંઠની સાઈઝ એટલી બધી મોટી હતી કે સીટી સ્કેન મશીનમાં પણ મહિલા જઈ શકતી ન હતી. જેને કારણે સીટી સ્કેન મશીનમાં તકનીકી બદલાવ કરીને મહિલાને બીજા દર્દી કરતાં ખાસ સિટી સ્કેન કર્યો હતો.

નોંધનીય છે કે, 18 વર્ષથી મહિલા આ ગાંઠની પીડા સહન કરી રહી હતી. ધીમે ધીમે ગાંઠની સાઈઝ અને વજન વધી જતાં મહિલા પથારીવશ થઈ ગયા હતા. માટે મહિલાને સર્જરી કર્યા અગાઉ 7 દિવસ એડમિટ કરીને સીટી સ્કેન સહિતના બધાજ ટેસ્ટ કર્યા હતા. મહિલાના પેટમાં રહેલી ગાંઠ એટલી કઠણ હતી કે બાયોપ્સી માટે નાખેલી નીડલ પણ બેન્ડ ગઇ હતી. જો કે કેન્સરની ગાંઠ ન હોવાનું માલુમ પડતા સફળ સર્જરી અને પછી બ્લડપ્રેશર તેમજ શ્વાસોશ્વાસ કંટ્રોલ કરવા માટે તેમને આઇસીયુમાં રાખ્યા હતા. અને હવે આ મહિલા સંપુર્ણપણે સ્વસ્થ થઇ ગયા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે