IndiaPolitics

TMC ના સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન ધર્મને લઈને આપ્યું વિવાદિત નિવેદન, તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા…

પશ્ચિમ બંગાળથી TMC ના સાંસદ મહુઆ મોઇત્રા તેના એક નિવેદનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. મહુઆ મોઇત્રા દ્વારા જૈન ધર્મને લઈને સંસદમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા આ નિવેદન બાદ ગુજરાતના નેતાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. મહુઆ મોઇત્રા દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ બનાવવામાં નિષ્ફળ રહી છે.

જેમાં તેને જૈન યુવકોને લઈને કહ્યું છે કે ઘરેથી છુપાઈને જૈન યુવકોને માંસાહારી ખાવું પડે છે. આ નિવેદન બાદ તેમનો વિરોધ શરૂ થયો છે. તેના પડઘા છેક ગુજરાત સુધી પડ્યા છે.મહુઆ મોઈત્રાના સંસદમાં બોલેલા આ નિવેદન બાદ ગુજરાતના નેતાઓ માં રોષ દર્શાવવામાં આવ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આ બાબતમાં વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળથી TMC ના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા જૈન ધર્મ પર કટાક્ષ કરતા તેમને જૈન ધર્મના યુવાઓને માંસાહારી ગણાવી દીધા છે. મહુઆ મોઇત્રાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા તેમના વિરુદ્ધ કાર્યવાહી માંગ કરી રહ્યા છે. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક બાબત છે. જ્યારે સીઆર પાટીલે જણાવ્યું કે, જૈન ધર્મ દુનિયાની પ્રાચીન ધર્મ પૈકીમાંથી એક રહેલ છે. જૈન ધર્મ અહિંસા ને શીખવે છે. જ્યારે જૈન યુવાને લઈને આપવામાં આવેલ નિવેદન બાદ મહુવાની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર રોષ દેખાડવામાં આવી રહ્યો છે.