
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી છે. એવામાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે દરિયાપુર પાસે એક દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થઈ રહી હતી તે સમયે દુર્ઘટના ઘટી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, રથયાત્રાના રૂટ પર દરિયાપુર વિસ્તારમાં આવેલા કડિયા નાકા નજીક આવેલા એક જર્જરિત મકાનની બાલ્કની ધરાશાયી થઈ ગઈ હતી. તેના લીધે કાટમાળ રથયાત્રાના રૂટ નજીક આવી ગયો હતો. તેના લીધે ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
ઘટનાને જાણકારી સામે આવી છે કે, આ દુર્ઘટનામાં કુલ 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ઈજાગ્રસ્ત લોકોને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને લઈને DCP કાનન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મકાનના માલિકની વાત કરીએ તો તે રથયાત્રાના દર્શન કરવા માટે ગયેલા હતા. એવા અચાનક જર્જરિત દીવાલ ભાગ તૂટી ગયો હતો અને તેના નીચે 20 થી વધુ લોકો આવી ગયા હતા. એવામાં આ દુર્ઘટનામાં એક વ્યકિતનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.