North GujaratGujaratMehsana
ખેરાલુ શોભાયાત્રામાં પથ્થરમારા મામલે કરાઈ મોટી કાર્યવાહી, PI ની કરાઈ બદલી
મહેસાણા જિલ્લાના ખેરાલુ માં રવિવારના રોજ ભગવાન રામ ની શોભા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમા કેટલાક લોકો ઈજા પહોંચી હતી. આ ઘટનાને રોકવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્રની અસમર્થતા માટે ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધાર્થ શ્રીપાલ ને જવાબદાર ગણવામાં આવતા તેમની બદલી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાનાં ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા બાબતમાં પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલ ની સાંથલના પી આઈ તરીકે બદલી કરી દેવાઈ છે. પથ્થરમારા બાબતમાં 150 જેટલા લોકોના ટોળા અને 32 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પકડાયેલા 15 આરોપી પૈકી 2 આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ મામલામાં પોલીસ દ્વારા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા તમામ આરોપીઓ ના 26 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એવામાં પથ્થરમારો પૂર્વ આયોજિત કે પછી કોઈ કારણોસર તે બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવામાં હવે આરોપીઓના રિમાન્ડ બાદ આ મામલામાં સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.