GujaratAhmedabad

રાજ્યના વાતાવરણમાં મોટા બદલાવની શક્યતાઃ હવામાન વિભાગનો સંકેત

રાજ્યમાં હવે ધીરે-ધીરે ઉનાળાએ જોર પકડ્યું છે. લોકોને હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદી વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, આજ સવારથી જ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. અચાનક જ છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેની સાથે બોડેલીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન મુજબ, હાલ હિટવેવની શક્યતા ઓછી છે. આજે અને કાલે તાપમાન સામાન્ય જ રહેશે. જ્યારે એકાદ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને, અમદાવાદમાં આગામી બે દિવસ માટે યલ્લો એલર્ટ પણ અપાયું છે. જ્યારે તાપમાન 41 ડિગ્રીથી વધારે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 42 તાપમાન રહ્યું છે. જ્યારે રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન જેટલું રહે તેવી શક્યતા છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, રાજ્યમાં ગરમીની સાથે કમોસમી વરસાદનો માહોલ બન્યો રહેશે.