GujaratJunagadhSaurashtra

જુનાગઢમાં હીટ એન્ડ રન ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી, અકસ્માત સર્જનાર યુવકની કરી ધરપકડ, તપાસ થયો મોટો ખુલાસો….

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડઅકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત જુનાગઢથી સામે આવ્યો છે.

જુનાગઢમાં હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 19 વર્ષીય યુવક પિતાની કાર લઈને રોડ પર નીકળ્યો હતો અને એક મહિલાને અડફેટે લઈને નાસી ગયો હતો. તપાસમાં જાણકારી સામે આવી છે કે, તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રહેલું નહોતું. જ્યારે આ મામલો સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા આ મામલામ તપાસ શરુ કરવામાં આવી અને યુવકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

જાણકારી મુજબ, જુનાગઢના સૂર્યમંદિર પાછળ સરદારપરામાં રહેનાર અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર વિવેક કડીવાર રહેલ છે. તે પિતાની કાર લઈને ફરવા માટે નીકળેલો હતો અને તે ગાંધીચોકના રસ્તા ફૂલ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન તે કારને લઈને જોષીપુરા વિસ્તારમાં એક ગલીમાં ઘુસ્યો હતો. તે જગ્યાએ એકસાથે ચાર મહિલાઓ જઈ રહી હતી. તેમાંથી એક મહિલાને વિવેક દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

જ્યારે આ વિડીયો સામે આવતા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી તો જાણકારી સામે આવી છે કે, આ અકસ્માત વિવેક કડીવાર નામના યુવક દ્વારા સર્જવામાં આવ્યો હતો. ત્યાર બાદ બી ડીવીઝન  પોલીસ દ્વારા વિવેક કડીવારની અટકાયત કરીને તેની સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. તેની સાથે યુવકની પૂછપરછ કરવામાં આવી તો જાણકારી મળી છે કે, યુવક પાસે લાઈસન્સ નહોતું અને કાર તેના પિતાની હતી. આ મામલામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.