GujaratMadhya Gujarat

મામાના દીકરાએ જ પિતરાઈ બહેન પર આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપડક

વડોદરાથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં મામાના દીકરાએ પિતરાઈ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનું ઘટના સામે આવી છે. ગુજરાતી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઇટીંગનું કામ કરનાર યુવતી પર પિતરાઇ ભાઇ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ બાબતમાં વારસીયા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં એક પરિવાર દ્વારા ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન વડોદરામાં રહેનાર અને ગુજરાતી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઇટીંગનું કામ કરનાર 33 વર્ષીય યુવતી આ દરમિયાન મામાના દિકરા હાર્દિક જીતેન્દ્રભાઇ વસાવા મળી હતી. પરંતુ યુવતીને આ મળવું ભારે મળ્યું છે. જાણકારી મુજબ, પરિવાર દ્વારા રાખવામાં આવેલ ગેટ ટુ ગેધર રાત્રીના મોડા સમય સુધી ચાલ્યું હતું. એવામાં ગેટ ટુ ગેધર પૂર્ણ થતાં હાર્દિક વસાવા દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હું તને ઘરે મૂકી જઈશ. તેના લીધે યુવતી હા પાડી દીધી હતી. તેના લીધે હાર્દિક યુવતીને તેના ઘરે મુકવા ગયો અને તેના પર ત્યાં જ યુવતી દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલામાં વધુ જાણકારી સામે અવી છે કે, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં 16 ઓગસ્ટના હાર્દિક જીતેન્દ્રભાઇ વસાવા દ્વારા પિતરાઇ બહેન ઉપર રાત્રિના સમયે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામાના દીકરા દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું તે સમયે યુવતીની માતા જાત્રા કરવા માટે ગયેલા હતા. યુવતીના પિતાનું અવસાન થઈ ગયું છે. તેના લીધે ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલમાં આ મામલામાં વારસીયા પોલીસ દ્વારા આરોપી પિતરાઈ હાર્દિક વસાવાની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે.