ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં સામુહિક આપઘાત કેસમાં મોટી કાયર્વાહી, બે આરોપીઓ સામે નોંધવામાં આવ્યો ગુનો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં એક જ પરિવારના ચાર લોકો દ્વારા સામુહિક આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં પતિ-પત્ની અને તેના પુત્ર-પુત્રી દ્વારા ધારાગઢ ગામે રેલવે ફાટક પાસે ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પીને જીવન આપઘાત કરવામાં આવ્યો હતું. જ્યારે હવે આ કેસની તપાસમાં પોલીસ દ્વારા આ પરિવારને મરવા માટે મજબૂર કરનાર બે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલામાં ભાણવડ સામુહિક આપઘાત કેસમાં પોલીસ દ્વારા વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને દ્વારા મૃતક અશોકભાઈ પાસે રૂ. 20 લાખ ની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. આ આરોપીઓ દ્વારા અશોકભાઈ ને માર પણ મારવામાં આવ્યો હતો. તેનો વિડીયો વિડીયો તેમના ફોનમાં પણ મળ્યો હતો. આ બંને આરોપીઓ દ્વારા મૃતક અશોકભાઈ પાસે બળજબરીપૂર્વક લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. જ્યારે અશોકભાઈના પોતાના લેવાના રૂપિયા વિશાલ પ્રાગડા ચાઉ કરી ગયો હોવાના પુરાવા પણ સામે આવ્યા છે.
ભાણવડ પોલીસ દ્વારા વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા વિરૂદ્ધ BNS ની કલમ 108, 115 (2), 308(5), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા DySP હાર્દિક પ્રજાપતિ ના નેજા હેઠળ અલગ-અલગ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, 10 જુલાઈના રોજ મૂળ મોડપર ગામના અને હાલ જામનગર રહેનાર આ પરિવારના ચાર સભ્યો દ્વારા ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રેલવે ફાટક પાસેની ખુલ્લી જગ્યામાં ઝેરી દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આપઘાત કરનાર પતિ-પત્ની અને તેના પુત્ર-પુત્રી આ ચારેય લોકો એક બાઈક અને એક એક્ટીવા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકની વાત કરીએ તેમાં અશોકભાઈ જેઠભાઈ ધુંવા, લીલું બેન અશોકભાઈ ધુંવા, જીગ્નેશ અશોકભાઈ ધુંવા અને કિંજલ અશોકભાઈ ધુંવાના નામ સામેલ છે.