છતરી મૂકતાં નહિ! આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જે મેઘરાજાના ટૂંકા વિરામ બાદ ફરી સક્રિય થયા છે. ત્યારે આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદી આવશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજે (22 ઓગસ્ટ)થી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. પરંતુ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે.
હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદનું અને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે અંગે માહિતી આપી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, ખેરા, દાહોદ, મહિસાગર,આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, પંચમહાલ, દમણ, દાદર અને નગર હવેલીમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના જણાવવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. જેમાં પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત તેમને આગાહી કરતા જણાવ્યું છે કે, અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, જેને લઈને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 26મી ઓગસ્ટ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેને લઈને સપ્ટેમ્બરમાં તથા ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ આવી શકે છે. જો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 27 ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતમાં 33માંથી 20 જિલ્લામાં વરસાદની અછત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ છે.