GujaratMehsanaNorth Gujarat

મહેસાણા : યુવતી પર મંગેતરે જ આચર્યું દુષ્કર્મ, નિર્વસ્ત્ર હાલતમાં કેનાલ પાસે ફેંકી દીધી

ગુજરાતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના મહેસાણાથી સામે આવી છે. મહેસાણા ફિયાનશે યુવતી સાથે દુષ્કર્મ આચરીને નિવસ્ત્ર હાલતમાં કેનાલ પાસે ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાના કડી પાસેથી આ દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં આઠ મહિના પહેલા સગાઈ કરેલા યુવક દ્વારા જ યુવતી પર રેપ કરીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દેવામાં આવી હતી. એવામાં ગઈ કાલ રાત્રીના યુવતીને નિર્વસ્ત્ર કરીને યુવક દ્વારા કેનાલ પાસે ફેંકી દેવામાં આવી હતી. આ યુવક તેનાથી પણ ધરાયો નહોતો અને યુવતીના માથા વાળ પણ કાપી દીધા હતા.

જાણકારી મુજબ, આઠ મહિના પહેલા વિરમગામના યુવક સાથે કડીની યુવતીની સગાઈ કરવામાં આવી હતી. ગઈ કાલ રાત્રીના યુવક કારમાં બેસાડીને યુવતીને કડીથી વિરમગામ લઈને આવી રહ્યો હતો. એવામાં દેત્રોજ નજીક પહોંચતા યુવક દ્વારા યુવતી પર રેપ કરીને તેને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી દીધી હતી. તેનાથી પણ યુવક રોકાયો નહોતો અને યુવતીના વાળ કાપી નાખ્યા હતા. હાલમાં કડી પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે. યુવતી હાલમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી છે.