AhmedabadGujarat

રાજ્યમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી રહેવાની છે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના બીજા ભાગોમાં આવનાર પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની કોઈ સંભાવના નથી. રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગરમીનું તાપમાન જેટલું છે તેટલું જ રહેવાની શક્યતાઓ છે પરંતુ આગામી બે દિવસમાં રાજ્યના તાપમાનમાં એકાદ ડીગ્રી જેટલો વધારો થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે રાજ્યમાં ગરમી વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ છે. જેમાં ગાંધીનગર,મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ,અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, અમરેલી રાજકોટ તેમજ કચ્છમાં તાપમાનનો પારો 42-44 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે

તમને જણાવી દઈએ કે, અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ તેમજ બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં ગરમીનો પારો વધી ગયો છે, પાંચ દિવસ સુધી આટલી જ ગરમી રહેવાની સંભાવના છે. જો કે આ દરમિયાન કદાચ એકાદ ડીગ્રી તાપમાન વધી શકે છે.