GujaratAhmedabad

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવામાન વિભાગે ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદની કરી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના લીધે પાણી ભરાઈ જવાના લીધે પૂર આવતા ઘણા જિલ્લાઓમાં ઘણા ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે. એવામાં આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ પણ અપાયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આ સિવાય સુરત, નવસારી, વલસાડ અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેના સિવાય અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. હવા