AhmedabadGujarat

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ પણ આટલા દિવસ વરસશે કમોસમી વરસાદ

ગુજરાતમાં ગઈકાલના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદે ભારે તબાહી મચાવી હતી. એવામાં મહેસાણા ના બેચરાજીમાં 2.5 ઇંચ વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેચરાજીમાં ઠેર-ઠેર જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. જ્યારે અમદાવાદમાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, આજે ગુજરાતમાં વાવાઝોડા સાથે સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે ૩૦ તારીખના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, અમરેલી અને કચ્છમાં વરસાદ વરસી શકશે.

આ સિવાય 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એવામાં આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા રહેલી છે.