AhmedabadGujarat

હવામાન વિભાગે કરી નવી આગાહી, ગુજરાતમાં આ તારીખથી શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ બે દિવસથી વરસાદ સામાન્ય રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી દીધી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો પરંતુ બે દિવસથી વરસાદ સામાન્ય રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી દીધી છે.ગુજરાતમાં અત્યાર સુધી કુલ 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની તારીખો આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ માહોલ બનશે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા છ અને સાત જુલાઈના રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત અને ભરૂચમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે 6-7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બનશે. જ્યારે હવામાન વિભાગ મુજબ ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈના રોજ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ, પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદી માહોલ બનશે. જ્યારે તાપમાનમાં હવે કોઈ વધારો જોવા મળવાનો નથી. એટલે કે લોકોને હવે ગરમી વધુ સહન કરવાનો વારો આવશે નહીં. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ બનશે.

જ્યારે 6 જુલાઈના રોજ સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 7 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં 4 થી 6 જુલાઈ માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે.