AhmedabadGujarat

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી ભયાનક આગાહી, આ તારીખના ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે

હવામાન વિભાગે હાલમાં વિરામ લીધેલ વરસાદને લઈને નવી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે સાત અને આઠમી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં અઆવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જેમાં પ્રથમ બે દિવસ ભારે વરસાદ જોવા મળશે નહીં. પરંતુ 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા રહેલી છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

વધુમાં તેમને એ પણ જણાવ્યું છે કે, સાત અને આઠ તારીખના રોજ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ બે તારીખના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ બે દિવસ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેના સિવાય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

જ્યારે અમદાવાદના પણ સાત અને આઠ તારીખના રોજ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં શુક્ર અને શનિવારના રોજ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.