રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આગામી 4 દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા આવી શકે છે. ચોમાસાની ઋતુની શરુઆત થાય તે પહેલા રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 4 દિવસમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉતર ગુજરાતના પાટણ,સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાં પવન ફૂકાશે અને સામાન્યથી મધ્યમ જેટલો વરસાદ પણ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના કેટલાક વિસ્તારમાં પણ ભારે પવન ફૂકાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, થંડર સ્ટોમ એક્ટિવિટી જ્યારે પણ થાય ત્યારે અચાનક જ પવનની ગતિ તેજ થઈ જતી હોય છે. જેના લીધે મિનિ વાવઝોડુ આવ્યું હોય તેવો લોકોને અહેસાસ થાય છે. ભારે પવન ફૂંકાવવાના લીધે થઈને એનેક લોકોના ઘરના પતરાં ઉડવાની તેમજ અનેક જગ્યા એ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જનવ્યય કે, આગામી 4 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ છે. જોકે, લોકલ કન્વેક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે તેવી સંભાવના છે.