AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, આ વિસ્તારોમાં જોવા મળશે વરસાદી માહોલ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. એવામાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં માવી છે.

હવામાન વિભાગ મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તેની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે.